ભક્તિનો અનોખો રંગ: સાવરિયા શેઠની થીમ પર ૧૨ કિલોની પાઘડી સાથે ગરબા રમતા મારૂતિ સોની

તા.૧૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ભક્તિનો અનોખો રંગ: સાવરિયા શેઠની થીમ પર ૧૨ કિલોની પાઘડી સાથે ગરબા રમતા મારૂતિ સોની

નવરાત્રી પર્વમાં માઁ જગદંબાની આરાધના સાથે ખેલૈયાઓ અવનવી થીમ અને પરંપરાગત પોશાક દ્વારા પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા હોય છે. ત્યારે દાહોદના ગરબા મહોત્સવમાં સાવરિયા શેઠની વિશેષ થીમ અને ભારેખમ પાઘડી સાથે ગરબે ઘૂમતા મારૂતિ સોની આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.​ગરબા રસીલા મારૂતિ સોનીએ સાવરિયા શેઠ (શ્રી કૃષ્ણ)ના ભક્તિમય રૂપને સાકાર કરતી વિશેષ થીમ તૈયાર કરી હતી. આ પહેરવેશનું મુખ્ય આકર્ષણ તેમની ૧૨ કિલો વજન ધરાવતી ભવ્ય અને કલાત્મક પાઘડી હતી. આટલી ભારે પાઘડી મસ્તક પર ધારણ કરીને પણ તેમણે ખૂબ જ સરળતા અને ઉત્સાહપૂર્વક ગરબાના તાલે રમઝટ બોલાવી હતી, જેને જોઈને ગ્રાઉન્ડમાં હાજર તમામ ખેલૈયાઓ અને દર્શકો અચંબામાં પડી ગયા હતા.​મારૂતિ સોનીના આ અનોખા લૂક અને સાવરિયા શેઠ પ્રત્યેના ભાવને લોકોએ ખૂબ બિરદાવ્યો હતો. ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત લોકો તેમની સાથે સેલ્ફી અને વિડીયો લેવા માટે ઉમટી પડ્યા હતા. માઁ શક્તિની ભક્તિ સાથે શ્રી કૃષ્ણ પ્રેમનો આ અનોખો સંગમ નવરાત્રીના માહોલમાં એક નવું જ આકર્ષણ જમાવી ગયો હતો.​આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મારૂતિ સોનીના આ અનોખા પ્રયાસ અને ગરબા પ્રત્યેના સમર્પણની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવામાં આવી હતી તેમજ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો