ખંભાળિયાની ૧૮૧ અભયમ ટીમ દ્વારા પરિણીતા ને પતિ નાં ત્રાસ માંથી મુક્તિ અપાવી,, દંપતિ નો તુટતો ઘરસંસાર બચાવ્યો,

ખંભાળિયાની ૧૮૧ અભયમ ટીમ દ્વારા પરિણીતા ને પતિ નાં ત્રાસ માંથી મુક્તિ અપાવી,, દંપતિ નો તુટતો ઘરસંસાર બચાવ્યો,

નશાની લત અને રૂઢિચુસ્ત વલણ રાખતાં પતી નો ત્રાસ,, ડિપ્રેશન નો ભોગ બનતાં મહિલાએ ૧૮૧ અભયમ ટીમ ની મદદ લીધી,,,,

જામનગર

(નયના દવે દ્વારા)

મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને મહીલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને વ્યકિતગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. ત્યારે ખંભાળિયાની અભયમ ટીમે દ્વારકા જિલ્લા નાં એક ગામ ની પરિણીતા નાં દાંપત્ય જીવનમાં પડેલી તિરાડ ને દુર કરી પતી- પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું,,,

એક પરિણીતા દ્વારા ૧૮૧ અભયમ મહીલા હેલ્પ લાઈન પર કૉલ કરી જણાવેલ કે તેનો પતિ દરરોજ તેને ઘરકામ બાબતે માનસીક ત્રાસ આપી નશા માં મારપીટ કરતો હોય જેથી પતી નું કાઉન્સેલિંગ કરવવા અભયમ ટીમ ની મદદ માંગેલ હોય,,,

પરિણીતા દ્વારા અભયમ નો સંપર્ક કરતાં જ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા થી ૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સે લર શિલ્પાબને રાઠોડ,, મહીલા પોલીસ લક્ષ્મી બેન મોરી તેમજ પાયલોટ નયનભાઈ ભરવાડ તાત્કાલીક ઘાટના સ્થળે પહોંચ્યા હતાં,, પરિણીતા નું કાઉન્સેલિંગ કરતાં જણાવેલ કે પરિવારમાં પતિ ની આવક પુરી નાં પડતાં પોતે મજૂરીએ જતાં હોય અને પતી ને આર્થિક ટેકો પૂરો પાડતા હોય પરંતુ મજુરીએ જતાં હોવાથી ઘરકામ મા વધુ સમય ફાળવી શકતા નહિ જેથી દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઘરકંકાસ થતો અને ઘણી વાર પતિ દ્વારા નશો કરી મારપીટ પણ કરવામાં આવતી,,,

ત્યાર બાદ પતિ ઘટના સ્થળ પર હાજર હોય ટીમે પતિ ને સમજાવેલ કે ઝઘડો કે મારપીટ કરવી સમસ્યા નું સમાધાન નથી,, પત્ની જો તમને આર્થિક રીતે સહભાગી થાતી હોય તેમ તમારે પણ પત્ની ને ઘર નાં કામકાજ માં મદદ કરવી,, જેથી દાંપત્ય જીવન માં મધુરતા આવે,, ઘર ને સુઘડ રાખવું પરિવારના દરેક સદસ્યો ની નૈતિક જવાબદારી છે જેવી બાબતો પતિ પત્ની સાથે યોગ્ય પરામર્શ કરી,, પતિ ને ઘરેલું હિંસા એક્ટ અંગે કાયદાકીય માહિતી આપી સામાજિક બંધનો અને તેની ફરજો અંગે સમજણ આપી,, પીડિતા ને આગળ કોઈ કાર્યવાહી કરવી નાં હોય અને પતિ ને પણ પોતાની ભુલ નો અહેસાસ થતાં ફરી વખત ઝઘડા કે મારકૂટ નાં થાય તે અંગે ખાત્રી આપતાં,, ટીમ દ્વારા પીડિતા ને લાંબાગાળાના પરામર્શ માટે મહીલા સહાયતા કેન્દ્ર તેમજ પ્રિલેટીગેશન માટે લોક અદાલત અંગે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા,, પરિણીતા નાં પતિ અને
પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હોય,,,,

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો