રીપોટર આસીફ લુણાવાડા

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે મહીસાગરની 181 અભયમ ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા નપણીયા ગામ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને યુવતીઓને છેડતી હેરાનગતિ તથા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને તાત્કાલિક કટોકટીની પરિસ્થિતિમાં 112 ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મહીસાગર મહિલાઓની સુરક્ષા સન્માન અને સહાય માટે હંમેશા પ્રતિબદ્ધ છે.










