વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ઐતિહાસિક જાહેરાત કરી, અમેરિકાના દરેક બાળકને આપશે SpaceXનો 1 શેર

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ઐતિહાસિક જાહેરાત કરી છે. તેઓ પોતાની અગ્રણી રોકેટ નિર્માતા કંપની SpaceXનો એક-એક શેર અમેરિકાના દરેક બાળકને ભેટ તરીકે આપવા જઈ રહ્યા છે. મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને પુષ્ટિ કરી છે કે તેઓ આવતા વર્ષથી આ પહેલ શરૂ કરશે અને આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આવા બીજા ઘણા પગલાં પણ લેવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ડેટા પ્રમાણે હાલ અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા આશરે 7.4 કરોડ જેટલી છે. વર્તમાન સમયમાં SpaceX ના એક શેરની કિંમત લગભગ 146 ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 13,861 રૂપિયા છે. આ ગણતરી મુજબ એલોન મસ્ક પોતાના હિસ્સામાંથી કુલ મળીને 10.8 અબજ ડોલર એટલે કે અંદાજે 1.02 લાખ કરોડ રૂપિયાના શેર બાળકોને ભેટ આપશે. આ રકમ વિશ્વના આશરે 38 દેશોના કુલ વાર્ષિક GDP કરતાં પણ વધારે છે.

એલોન મસ્ક આ ખાનગી એરોસ્પેસ અને સેટેલાઇટ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર છે. તાજેતરની રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, 30 જૂન સુધીમાં કંપનીમાં તેમનો હિસ્સો 48.4 ટકા હતો. તેમની પાસે SpaceXના કુલ આશરે 6.42 અબજ શેર છે. આમાં તેમના ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવેલા 849.5 મિલિયન ‘ક્લાસ A’ શેર અને 3.92 અબજ ‘ક્લાસ B’ શેર સામેલ છે. આ સિવાય મસ્ક વ્યક્તિગત રીતે સીધા 1.30 અબજ ‘ક્લાસ B’ રિસ્ટ્રિક્ટેડ શેર ધરાવે છે, તેમજ સ્ટોક ઓપ્શન અંતર્ગત વધારાના 350 મિલિયન ‘ક્લાસ B’ શેર પર પણ તેમનો અધિકાર છે.

મસ્કે હાલ આ શેર કઈ પ્રક્રિયા હેઠળ વહેંચવામાં આવશે તેની સંપૂર્ણ રૂપરેખા સ્પષ્ટ કરી નથી. આ માટે કયા બાળકો પાત્ર બનશે, શેર કઈ તારીખે ખાતામાં જમા થશે, સરકાર તરફથી કઈ મંજૂરીઓની જરૂર પડશે અને શેર સીધા બાળકોના નામે થશે કે કોઈ વિશેષ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરાશે તેની વિગતો આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે SpaceX વિશ્વની સૌથી મૂલ્યવાન ખાનગી કંપનીઓમાં સામેલ છે, જે અંતરિક્ષ રોકેટ લોન્ચિંગ, સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ અને માનવ અંતરિક્ષ મિશન ક્ષેત્રે અગ્રણી કામગીરી કરી રહી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો