ભક્તિ, એકતા અને સંસ્કૃતિનું ત્રિવેણી સંગમ સાથે ઉત્સાહભેર શરદચોક પાસે આવેલ ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ની વાડીમાં કેશોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં કેશોદ શહેરના જનપ્રતિનિધિઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિત નગરશ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાઓ ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિથી આ ઉત્સવ લોકોત્સવ બની ગયેલ હતો. રાસોત્સવથી આગળ – સમાજસેવાની સફર મંત્રીશ્રી જીતેન્દ્ર ધોળકિયાએ જણાવ્યું કે, સમાજ વર્ષ દરમિયાન સમૂહલગ્ન, સમૂહ જનોઈ, માર્ગદર્શન કેન્દ્ર, ટ્યુશન ક્લાસ, સરસ્વતી સન્માન, નિવૃત્ત કર્મચારી સન્માન, નવા પરિવારોનું સ્વાગત, સ્પોર્ટ્સ, મેરેજ બ્યુરો, બ્રહ્મ બાળશિબિર, બ્રહ્મ ચોર્યાસી જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે. સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ આયોજિત બ્રહ્મ રાસોત્સવ- ૨૦૨૬ માં ખૈલયાઓને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ કેટેગરીમાં ગુજરાત ફર્સ્ટ દ્રારા શિલ્ડ તથા દાતાઓ તરફથી ગીફ્ટ આપવામાં આવે છે અને દશેરાના રાત્રે ખૈલયાઓને હાજર લ્હાણુ સમસ્ત બ્રહ્મસમાજ કર્મચારી મંડળ તરફથી કરવામાં આવશે. સંસ્કૃતિ, સંગઠન,સેવા, સમર્પણ ના સંકલ્પ સાથે કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ રાસોત્સવ- ૨૦૨૬ ને એક ઉત્સવ શક્તિની ભક્તિનો, એક સંગમ સમાજની એકતાનો, એક સંકલ્પ સંસ્કૃતિના સંવર્ધનનો – આ સૂત્રને સાર્થક કરતો બ્રહ્મ રાસોત્સવ રોજ રાત્રે ૯:૦૦ કલાકે ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ, કેશોદ ખાતે કેશોદ શહેર તાલુકામાં વસતાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા –
કેશોદ










