MORBI:મોરબી જમીન પ્રોમોલગેશનની ક્ષતિ સુધારવા ટંકારા અને હળવદ તાલુકામાં ૨૨ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન યોજાશે ખાસ કેમ્પ

MORBI:મોરબી: જમીન પ્રોમોલગેશનની ક્ષતિ સુધારવા ટંકારા અને હળવદ તાલુકામાં ૨૨ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન યોજાશે ખાસ કેમ્પ

મોરબી:રાજ્ય સરકાર દ્વારા અમલી ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ’ (DILRMP) અંતર્ગત ખેતીની જમીનનું સચોટ અને પારદર્શક રેકોર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભૂમિ સીમાંકન યોજના દરમિયાન જે ગામોમાં નવું પ્રોમોલગેશન પૂર્ણ થઈ ગયું છે, ત્યાં ખેડૂતો અને જમીનધારકોના સર્વે નંબરોમાં રહી ગયેલી ક્ષતિઓ કે ભૂલોના ત્વરિત નિરાકરણ અર્થે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડઝ મયુર કરમટાના જણાવ્યા અનુસાર, ટંકારા અને હળવદ તાલુકાના વિવિધ ગામોમાં આગામી તારીખ ૨૨ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ગામવાર અરજી સ્વીકારવાના કેમ્પ યોજવામાં આવશે.

ગામવાર કેમ્પનું વિગતવાર સમયપત્રક૧. ટંકારા તાલુકો:૨૨ ઓક્ટોબર: ખાખરા – ૨૩ ઓક્ટોબર: ગજડી – ૨૬ ઓક્ટોબર: દેવળીયા – ૨૭ ઓક્ટોબર: ધ્રોળીયા – ૨૮ ઓક્ટોબર: રાજાવડ – ૨૯ ઓક્ટોબર: સખપર – ૨. હળવદ તાલુકો: ૨૨ ઓક્ટોબર: જુના અમરાપર – ૨૩ ઓક્ટોબર: પલાસણ – ૨૬ ઓક્ટોબર: રાયધ્રા જમીન દફતર વિભાગ દ્વારા સંબંધિત ગામોના તમામ ખેડૂતો તથા ખાતેદારોને વિનંતી કરવામાં આવી છે કે, નિયત તારીખે પોતાના ગામમાં યોજાનાર કેમ્પમાં રૂબરૂ ઉપસ્થિત રહી જમીન સર્વે તથા ક્ષતિ સુધારણા અંગેની અરજીઓ સમયસર રજૂ કરી આ સુવિધાનો મહત્તમ લાભ લેવો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો