વિપુલ મકવાણા અમરેલી

*અમરેલીની પટેલ સંકુલ પાછળ આવેલી અર્જુનનગર સોસાયટી માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવમા નોરતેં ગરબાની રમઝટ, અને નાની બાળા ઓને નવદુર્ગા માતાજી બનાવી માતાજીના દિવ્ય દર્શન જાખી તૈયાર કરી*

*અમરેલી, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ :* *સોમવાર*
અમરેલી શહેરની પટેલ સંકુલ સ્કૂલ પાછળ આવેલી અર્જુનનગર સોસાયટી ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા 11 વર્ષોથી પરંપરાગત રીતે માં જગદંબાની નવલી નવરાત્રીનું અનેરું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક નોરતે ભક્તિભાવ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.
આજે માં જગદંબાની નવલી નવરાત્રીનું નવમું નોરતું હોય નવદુર્ગા ગરબીમાં આયોજકો દ્વારા માં જગદંબા ની અદ્ભુત ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. નવદુર્ગા બનેલ બાળા ઓના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અને સોસાયટીના લોકો દ્વારા માતાજી ઓને પ્રસાદ રૂપે લાણી પણ આપવા માં આવી
અને અર્જુનનગર નું વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ અવસરે નાની બાળાને માં જગદંબાનો અદ્ભુત શણગાર કરાવવામાં આવ્યો હતો. લાલ ચૂંદડી, ચણીયાચોળી, ફૂલોના હાર, ચાંદલો અને દિવ્ય આભૂષણોમાં સજ્જ બાળાને જોઈને એવું પ્રતીત થતું હતું કે જાણે માં જગદંબા સાક્ષાત ગરબે ઘૂમવા પધાર્યા હોય. આ અલૌકિક દૃશ્ય નિહાળીને સર્વે ભાવિકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને ભક્તિભાવથી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અવસર સોસાયટી ના તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તમામ લોકો એ આં કાર્યક્રમ નો આનંદ નિહાળીયો
આ આયોજન અર્જુનનગર સોસાયટી, માં કરવામાં આવેલ હતું. નવદુર્ગા ગરબી મંડળના આયોજકો, યુવાનો અને સોસાયટીના રહેવાસીઓના અથાક પરિશ્રમ અને સહયોગથી આ નવરાત્રી મહોત્સવ દર વર્ષે વધુ ને વધુ ભવ્ય અને યાદગાર બની રહ્યો છે.
*રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી*










