વિજાપુર પોલીસ મથકે વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરાયું જૂનાં અને આધુનિક શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે પૂજન

વિજાપુર પોલીસ મથકે વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરાયું જૂનાં અને આધુનિક શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે પૂજન

વાત્સલ્યમ સમાચાર

સૈયદજી બુખારી વિજાપુર

વિજયાદશમીના પર્વ નિમિત્તે વિજાપુર પોલીસ મથકે પરંપરાગત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ટી.જે. દેસાઈ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટરો, એલઆઇબીના કર્મચારીઓ અને શસ્ત્રધારી પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં શ્લોક તથા મંત્રોચ્ચાર સાથે જૂનાં અને આધુનિક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારનાં શસ્ત્રો અને આધુનિક ટેકનોલોજી અંગેની માહિતી મેળવવામાં આવી હતી. વિજયાદશમીના પર્વને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની સુરક્ષા અને સલામતી જાળવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવવા પ્રાર્થના કરી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર ટી.જે. દેસાઈએ જણાવ્યું હતું કે, વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજન કરવાની પરંપરા મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કર્મચારીઓ નાગરિકોની સુરક્ષા માટે પોતાની ફરજ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક બજાવતા રહે તેવી ભાવના સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો