દશેરાના દિવસે ફૂલવાડી ગામમાં જીવંત થઈ આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરાની ઝલક! ‘ગેરિયા’ બની ખુલ્લા પગે રમ્યા ગરબા!

દશેરાના દિવસે ફૂલવાડી ગામમાં જીવંત થઈ આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરાની ઝલક! ‘ગેરિયા’ બની ખુલ્લા પગે રમ્યા ગરબા!

 

 

સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પરંતુ આજે પણ જીવંત છે આદિવાસી સમાજની અનોખી લોકસંસ્કૃતિ અને પૂર્વજોની અમૂલ્ય પરંપરા!

 

દશેરાના પાવન પર્વે ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામમાં કંઈક એવો નજારો જોવા મળ્યો, જેણે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અને સાંસ્કૃતિક વારસાની યાદોને ફરી તાજી કરી દીધી.ફૂલવાડી ગામમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત રીતે ‘ગેરિયા’ બની ખુલ્લા પગે ગામભરમાં ફર્યા અને ગરબાની રમઝટ બોલાવી હતી.નવરાત્રી અને દશેરાના પર્વ સાથે જોડાયેલી આ અનોખી પરંપરા ફૂલવાડી ગામમાં પેઢીઓથી ચાલી આવી રહી છે. દશેરાના દિવસે સમાજના લોકો ગેરિયાનું પરંપરાગત સ્વરૂપ ધારણ કરી ગામના વિવિધ વિસ્તારોમાં ગરબા રમતા જોવા મળ્યા હતા.ખાસ વાત એ રહી કે આ ઉજવણીમાં માત્ર વડીલો જ નહીં, પરંતુ યુવાનો અને નવી પેઢીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેના કારણે ગામમાં આદિવાસી લોકસંસ્કૃતિ, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.એક તરફ આધુનિકતાની દોડમાં અનેક જૂની પરંપરાઓ વિસરાઈ રહી છે, ત્યારે બીજી તરફ ફૂલવાડી ગામનો આદિવાસી સમાજ આજે પણ પોતાની આગવી ઓળખ અને પૂર્વજો પાસેથી મળેલા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા કટિબદ્ધ જોવા મળી રહ્યો છે.આ પરંપરા માત્ર ગરબા રમવાનો ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની આસ્થા, એકતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના અતૂટ લગાવનું જીવંત પ્રતીક છે.ફૂલવાડી ગામમાં દશેરાના દિવસે જોવા મળેલી આ અનોખી ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું કે ભલે સમય બદલાય, પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.ખરેખર, ફૂલવાડી ગામના આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો