નવસારી LCBની મોટી કાર્યવાહી: વિદેશી દારૂની ૨,૭૬૦ બોટલ સાથે એક આરોપી ઝડપાયો, રૂ. ૧૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશન અંગેની કામગીરી તેજ બનાવવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા LCB સ્ટાફ નવસારી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રવજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ ઘુઘાભાઈ દિનેશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે બોરીયાચ ગામે ટોલનાકાની ઉત્તરે નેશનલ હાઇવે નંબર ૪૮ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રક પર વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન મહિન્દ્રા કંપનીના બોલ મેક્સ પપ એચડી ૧.૭ એલએક્સ ટેમ્પો, રજિસ્ટ્રેશન નંબર MH 04 MH 6355ની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કીની બોટલો તથા ટીન બિયરના કુલ ૨,૭૬૦ નંગ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૪,૭૬,૪૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી ટેમ્પો ચાલક મયંક ઇન્દ્રસિંહ અવધરાજસિંહને ઝડપી પાડ્યો હતો.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૭ લાખની કિંમતનો ટેમ્પો અને રૂ. ૧૫ હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૧,૯૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં દમણ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂના જથ્થા સાથે ટેમ્પો લઈ જનારમાં સંડોવણી ધરાવતા પાંડે નામના વ્યક્તિને, જેનું પૂરું નામ અને સરનામું હજુ મળ્યું નથી, તેમજ ટેમ્પોના હાલના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આમ, દિવાળીના તહેવાર પૂર્વે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર કાર્યવાહી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો