દાહોદ તાલુકાના ગડોઈ ગામમાં આવેલું પૌરાણિક રાવણ-મંદોદરીનું મંદિર: દશેરાના દિવસે થાય વિશિષ્ટ પૂજા 

તા.૨૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ 

​dahod:દાહોદ તાલુકાના ગડોઈ ગામમાં આવેલું પૌરાણિક રાવણ-મંદોદરીનું મંદિર: દશેરાના દિવસે થાય વિશિષ્ટ પૂજા

દાહોદ ​વિજયાદશમી (દશેરા)ના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક તરફ દેશભરમાં રાવણ દહનની પુષ્કળ તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ભારતમાં કેટલાંક એવાં સ્થળો પણ છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આવું જ એક અનોખું અને શ્રદ્ધાનું કેન્દ્ર દાહોદ જિલ્લા નજીક આવેલા ગડોઈ ગામમાં આવેલું છે, જ્યાં રાવણ અને મંદોદરીની પૌરાણિક ખંડિત મૂર્તિઓ આજે પણ પૂજાય છે.​ગડોઈ ગામમાં એક ઘટાદાર વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની કલાત્મક કોતરણી ધરાવતી ખંડિત મૂર્તિઓ બિરાજમાન છે. આ સાથે જ ત્યાં શિવલિંગનો ખંડિત ભાગ અને પ્રાચીન કોતરણીકામ કરેલા પથ્થરો પણ જોવા મળે છે. સામાન્ય રીતે દશેરાના દિવસે રાવણનું દહન થાય છે, પરંતુ અહીં આસપાસના ગામોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવીને રાવણ અને મંદોદરીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ સિવાય સામાન્ય દિવસોમાં પણ લોકો અહીં દીવો અને અગરબત્તી કરીને ધન્યતા અનુભવે છે. ​સ્થાનિક દંતકથા અનુસાર, હજારો વર્ષો પહેલાં રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે ગડોઈ ગામના આ વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતું. આ ઘટના બાદ અહીં મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે.​રાવણના મંદિર તરીકે જાણીતો આ વિસ્તાર અને તેનો પ્રાચીન વારસો આજે પણ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો