આરટીઓ કચેરી ભુજ દ્વારા ઓક્ટોબર માસમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન અને સી.પી.આઈ. માટે કેમ્પનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

૨૮ ઓક્ટોબરના રોજ નલીયા, દયાપર અને નખત્રાણા ખાતે યોજાશે કેમ્પ.

ભુજ ,તઃ-૨૧ ઓક્ટોબર : ઓક્ટોબર-૨૦૨૬ માસનો નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજીસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા અંગેના કેમ્પોનું આયોજન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા કરવામાં આવ્યું છે. વાહનમાલિકોની સુવિધા અર્થે આ કેમ્પ તા. ૨૮/૧૦/૨૦૨૬ના રોજ ત્રણ અલગ-અલગ સ્થળોએ યોજાશે. જેમાં નલિયા ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી,દયાપર ખાતે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી અને નખત્રાણા ખાતે બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૪:૩૦ વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે. આ કેમ્પના સ્થળે નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. ની કામગીરી કરી આપવામાં આવશે.આ સ્થળો ઉપરાંત, ભુજ કચેરી ખાતે પણ આ કામગીરી રાબેતા મુજબ કરી આપવામાં આવશે. જેથી કચ્છ જિલ્લાની તમામ જાહેર જનતા અને વાહનમાલિકોએ આ કેમ્પનો લાભ લેવા તથા આ અંગેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો