કેશોદમાં શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આસ્થાભેર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ ની બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

કેશોદ શહેર તેમજ તાલુકામાં વસતાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસુરી શક્તિનો નાશ કરવા દેવી શક્તિ એ શસ્ત્ર નો સહારો લીધો હતો એ પરંપરા સનાતન ધર્મની રક્ષા માટે રાજપૂત સમાજ દ્વારા નિભાવી હતી જેનો લોકસાહિત્ય અને લોકવાર્તાઓ મા જોવા મળે છે. કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવ દરમ્યાન સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ નવરાત્રિમાં દિકરીઓએ તલવાર રાસ રજૂ કરી, દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે લડાયક નીડર કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવાનું ઘડતર કરવામાં આવ્યું માં શક્તિની આરાધના સાથે આધુનિક મ્યુઝિક સિસ્ટમના સંગાથે રાસ ગરબાની રમઝટ નો લ્હાવો કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં મહિયા ક્ષત્રિય સમાજ ના પરિવારો આસ્થાભેર ઉઠાવી રહ્યાં છે. કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા જાજરમાન નવરાત્રિમાં સમગ્ર નગરના ભાવિકો અને ખેલૈયાઓ રાસ ગરબા રમી માં અંબેની આરાધનામાં સહભાગી થયા હતા. નવરાત્રિના નવલાં દિવસોમાં સમાજમાં સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે તલવાર રાસ અને તલવારબાજી રજૂ કરનાર દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે અભિગમને દીકરીઓ માટે અનોખા આશિષ સમાન ગણાવી નવતર પહેલને વડીલો આગેવાનો એ બિરદાવ્યા હતાં.અત્રે કેશોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવ દરમ્યાન એકતાના સંદેશ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી અને સમગ્ર આયોજન ને સફળ બનાવવા યુવાનો અને સમગ્ર સમાજના સહકાર થી શક્ય બન્યું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો