MORBI:મોરબીના લાતી પ્લોટમાંથી પ્લેઝરની ડેકીમાં દારૂની ૨૩ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર સામે પણ ગુનો દાખલ

MORBI:મોરબીના લાતી પ્લોટમાંથી પ્લેઝરની ડેકીમાં દારૂની ૨૩ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર સામે પણ ગુનો દાખલ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાતી પ્લોટ શેરી નંબર-૨ માંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક પ્લેઝર મોપેડને અટકાવી તલાશી લેવામાં આવી હતી. પોલીસે મોપેડની ડેકી તપાસતા તેમાંથી કાળા રંગના પ્લાસ્ટિકના ઝબલામાં છુપાવેલી સીલબંધ વિદેશી દારૂની ૨૩ બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કાર્તિકભાઈ મોહનભાઈ કણજરીયા (રહે. માધાપર શેરી નં-૨, મોરબી) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેણે વેચાણ અર્થે ઈકબાલ ઉર્ફે ઈક્કો કટીયા (રહે. જૂના બસ સ્ટેશન પાસે, મોરબી) પાસેથી મેળવ્યો હતો.

પોલીસે ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાયેલું રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનું પ્લેઝર મોપેડ (નં. GJ-36-Q-3476) તેમજ રૂ. ૨,૮૩૫ ની કિંમતનો દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૨૮,૭૩૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીટી એ ડિવિઝન પોલીસે આરોપી કાર્તિક કણજરીયાની ધરપકડ કરી છે અને દારૂ સપ્લાય કરનાર ઈકબાલ ઉર્ફે ઈક્કો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો