MORBI:મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવવાનો હુકમ ફરમાવતી કોર્ટ

મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપી મીલનભાઈ પ્રવીણભાઈ અમૃતીયાને નીર્દોષ ઠરાવવાનો હુકમ કરતી મોરબીના એડી. સીવીલ તથા જયુડી. મેજી.ફર્સ્ટ કલાસ કોર્ટ

જે કેસની પ્રાપ્ત વીગતો મુજબ અમદાવાદ શહેરમાં રહેતા મીલનભાઈ પ્રવીણભાઈ અમૃતીયા વાળા વિરૂધ્ધ મોરબીના દર્શન એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૫,છાત્રાલય રોડ,સરદાર સોસાયટી-૧, મોરબીમાં રહેતા નરેન્દ્રભાઈ દલસુખભાઈ કલોલાએ ફરીયાદ આપી હતી કે આરોપી મીલનભાઈ પ્રવીણભાઈ સાથે વ્યકીતગત સંબંધ હતા અને મીત્રતા હતી જેથી રૂ. ૫ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને ફરીયાદી પાસેથી વગર વ્યાજે વર્ષ ૨૦૨૩ ની સાલમાં લીધેલ રકમ પરત માંગતા આરોપીએ રૂ. ૫ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં ભરવા જતા ચેક રીટર્ન થયો હતો. જેથી વકીલ મારફત નોટીસ આપી હતી અને આરોપી વિરૂધ્ધ મોરબીના નામ. ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરી હતી અને આરોપી મીલનભાઈ પ્રવીણભાઈ અમૃતિયા તેમના વકીલ શ્રી દીલીપભાઈ આર. અગેચતાણીયા મારફત હાજર થયેલ જે કેસ મોરબીના મહે.એડી.સીવીલ જજ અને જયુડી. મેજી. ફ.ક. સાહેબ (એસ.એ.મેમણ) સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીની વીગતવાર આરોપીના વકીલએ ઉલટતપાસ અને આરોપી તરફે થયેલ ફાઈનલ ધારદાર દલીલો સાંભળી તથા આરોપી પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લઈને મોરબી કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કામમાં ફરીયાદી તરફે મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેનભાઈ ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, પ્રફુલભાઈ ગામી, હસમુખ ચાવડા,મુકેશભાઈ આયલાણી, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.













