MORBI:મોરબી નાની બજાર સ્થિત દાઉદી વ્હોરા સમાજના ઐતિહાસિક ધાર્મિક સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તંત્ર સમક્ષ રજૂઆત

MORBI:મોરબી નાની બજાર સ્થિત દાઉદી વ્હોરા સમાજના ઐતિહાસિક ધાર્મિક સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તંત્ર સમક્ષ રજૂઆત

મોલાઈ રાજા સાહેબની શેરીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મોરબી પાલિકા/મહાપાલિકામાં લેખિત અરજી કરાઈ

મોરબીના નાની બજાર વિસ્તારમાં આવેલ દાઉદી વ્હોરા સમાજના પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન ઐતિહાસિક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તેમજ ત્યાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ વિસ્તારમાં આવેલી ‘મોલાઈ રાજા સાહેબની શેરી’ તરીકે ઓળખાતી જગ્યામાં ઇ.સ. ૧૪૧૪ના ઐતિહાસિક મહત્વ ધરાવતા ત્રણ મુખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં મોલાઈ રાજા સાહેબનું મકાન, મસ્જિદ અને એક ઐતિહાસિક કૂવો સામેલ છે. લોકવાયકા અને ઇતિહાસ મુજબ, આ કૂવામાંથી ત્રણ વખત હીરા-ઝવેરાત નીકળ્યા હતા, પરંતુ ઈશ્વરની બંદગી અને ભક્તિ આગળ તે તમામ ઝવેરાતને ઠુકરાવી દેવામાં આવ્યા હતા. આ પાવન અને ઐતિહાસિક ભૂમિના દર્શન માટે દરરોજ દેશ-વિદેશમાંથી સેંકડો દાઉદી વ્હોરા સમાજના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોરબી પધારે છે.

આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધ્યાને રાખી, મોરબી દાઉદી વ્હોરા સમાજના પી.આર.ઓ. જુઝર મોહસીનભાઈ અમીન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સંકલન સમિતિમાં ઇનવર્ડ નંબર ૧૪૯૦૨૬ (તારીખ ૧૨-૧૦-૨૦૨૬) થી સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા મુજબ, અહીં આવતા દેશ-વિદેશના યાત્રાળુઓની સુવિધા માટે આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી યોગ્ય વિકાસ કરવામાં આવે. સાથે જ શેરીમાં પાકા રસ્તા, પૂરતી લાઈટિંગ, નિયમિત સફાઈ તેમજ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા સંબંધિત તંત્ર દ્વારા ઝડપી આદેશ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી સાથે માંગણી કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો