WAKANER:વાંકાનેરના ટુવા-માટેલ રોડ પર SOGનો સપાટો: ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, બે વેપારીની ધરપકડ  

WAKANER:વાંકાનેરના ટુવા-માટેલ રોડ પર SOGનો સપાટો: ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, બે વેપારીની ધરપકડ

વાંકાનેર તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ટુવા-માટેલ રોડ પર માનવ જિંદગી માટે અત્યંત જોખમી એવા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના નેટવર્ક પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે તવાઈ બોલાવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક સાથે બે સ્થળોએ દરોડા પાડી મોટા પાયે ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસ ટીમે ટુવા-માટેલ રોડ પર આવેલા સનહાર્ટ સિરામિક સામે પ્રયાગ પ્લાઝા-૨ માં સ્થિત ‘મહાદેવ કિરાણા ભંડાર’ તેમજ રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલી ‘ઉમી ગેસ એજન્સી’ નામની દુકાનોમાં એકાએક રેડ કરી હતી. અહીં સરકારી નિયમોનો સરેઆમ ભંગ કરીને કોમર્શિયલ અને રાંધણગેસના સિલિન્ડરોમાંથી અન્ય બોટલોમાં ગેરકાયદે ગેસ ટ્રાન્સફર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન પોલીસે બંને સ્થળોએથી મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અને સાધન-સામગ્રી કબજે કરી છે:મહાદેવ કિરાણા ભંડાર: ૮૧ ખાલી બાટલા, ૧૨ ભરેલા બાટલા, ઇલેક્ટ્રિક રીફિલિંગ મોટર અને વજન કાંટા સહિત રૂ. ૧,૮૨,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત.ઉમી ગેસ એજન્સી: ૨૯ ખાલી બાટલા, ૫ ભરેલા બાટલા તેમજ રીફિલિંગના સાધનો સહિત રૂ. ૭૫,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત.આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ અને અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૦, ૨૮૭, ૨૮૮, ૩૧૬(૫), ૫૪ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩, ૪ અને ૭ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના રહેણાંક અને વ્યાપારી સંકુલમાં થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગંભીર અકસ્માત સર્જી શકે તેમ હોવાથી પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો