MALIYA:માળિયા મિયાણાના વિદરકા ગામે દારૂના કેસની અફવા મુદ્દે બે જૂથ સામસામે: ધોકા અને ઢીકાપાટુથી હુમલો, સામસામી ફરિયાદ

MALIYA:માળિયા મિયાણાના વિદરકા ગામે દારૂના કેસની અફવા મુદ્દે બે જૂથ સામસામે: ધોકા અને ઢીકાપાટુથી હુમલો, સામસામી ફરિયાદ

 

માળિયા મિયાણા તાલુકાના વિદરકા ગામે આઠમના તહેવારની રાત્રે દારૂના કેસ અંગેની વાતો અને અફવાઓ ફેલાવવા મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. જૂની અદાવત અને વહેમ રાખી થયેલી તકરારમાં લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બંને પક્ષોએ માળિયા મિયાણા પોલીસ મથકમાં સામસામે નામજોગ ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મૂળ વિદરકા ગામના વતની અને હાલ મોરબી શનાળા રોડ પર રહેતા વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયા (ઉં.વ. ૨૨)એ અનિલ નીલેશભાઈ થરેશા, રાકેશ નીલેશભાઈ થરેશા, અજયભાઈ રમેશભાઈ થરેસા અને ગેલાભાઈ રમેશભાઈ થરેશા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી અનિલ પ્રોહિબિશનના કેસમાં પકડાયેલ હોય અને તેની વાતો ફરિયાદી ગામમાં ફેલાવતો હોવાનો વહેમ રાખી આરોપીઓએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ રાકેશે લાકડાના ધોકા વડે સાથળ પર ઈજા પહોંચાડી હતી તથા અજય અને ગેલાભાઈએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી હતી.

સામાપક્ષની વળતી ફરિયાદ:

સામાપક્ષે વિદરકા ગામના અનિલભાઈ નીલેશભાઈ થરેશા (ઉં.વ. ૨૦)એ વિશાલ મનસુખભાઈ બાબરીયા, અમિત મનસુખભાઈ બાબરીયા અને રાજદીપ નાનજીભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી છે. અનિલભાઈના જણાવ્યા મુજબ, અગાઉના દારૂના કેસ બાબતે સમાચારમાં આવેલી ખબર અંગે વિશાલ ખોટી અફવાઓ ફેલાવી રહ્યો હતો. આથી અફવાઓ ન ફેલાવવા બાબતે ટકોર કરતાં વિશાલે બોલાચાલી કરી લાફો મારી નીચે પાડી દીધા હતા અને જમણા પગે ધોકો ફટકાર્યો હતો. સાથે જ અમિત અને રાજદીપે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો