સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા IOCL દુધરેજ ખાતે મોકડ્રીલનું આયોજન

તા.23/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના અત્યંત સંવેદનશીલ અને વાયટલ ઇન્સ્ટોલેશન ગણાતા દુધરેજ સ્થિત આઈ. ઓ. સી. એલ. પમ્પિંગ સ્ટેશન ખાતે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક હાઇ-વોલ્ટેજ મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આશરે ૧૬:૦૦ વાગ્યે સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે આઈ. ઓ. સી. એલ. પાઇપ લાઇન સ્ટેશન ઇન્ચાર્જ તરફથી એક અત્યંત ગંભીર વર્ધી મળ્યો હતો.

મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે દુધરેજ IOCL પમ્પિંગ સ્ટેશનની પાછળની દિવાલ પરથી કોઈ અજાણ્યા શંકાસ્પદ ઈસમે અંદરના ભાગે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ ફેંકી છે. આ વસ્તુ પમ્પિંગ સ્ટેશન અને રાષ્ટ્રીય સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ દ્વારા તાત્કાલિક તમામ સુરક્ષા એજન્સીઓ અને ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નીચે મુજબની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ટ્રાફિક પોલીસ ટીમ સહિત તમામ ટીમોના ઇન્ચાર્જ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે મિનિટોમાં દુધરેજ IOCL પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. ટ્રાફિક પોલીસે વિસ્તારને ઘેરી લઈ વાહનવ્યવહાર નિયંત્રિત કર્યો હતો, જ્યારે SOG અને સીટી એ-ડિવિઝન પોલીસે સમગ્ર પરિસરને કોર્ડન કરી લીધું હતું. ત્યારબાદ BDDS અને ડોગ સ્ક્વોડની મદદથી ઘનઘોર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ પોલીસ ટીમે પમ્પિંગ સ્ટેશનના પરિસરમાંથી શંકાસ્પદ બોમ્બ શોધી કાઢ્યો હતો અને BDDS ટીમે તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવાની કામગીરી પૂરી કરી હતી. આ સાથે જ આસપાસના વિસ્તારમાંથી શંકાસ્પદ શસ્ત્રધારી ઈસમોને પણ ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે આ કોઈ વાસ્તવિક ઘટના ન હતી પરંતુ સુરક્ષા દળોનો રિસ્પોન્સ ટાઇમ અને કટોકટીની સ્થિતિમાં વિવિધ ડિપાર્ટમેન્ટ વચ્ચેનું સંકલન ચકાસવા માટે યોજાયેલી એક સફળ મોકડ્રીલ હતી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કવાયતથી સાબિત થયું કે સુરેન્દ્રનગર પોલીસ કોઈ પણ પ્રકારની આકસ્મિક કે આતંકી ઘટનાને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ અને સક્ષમ છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો