નવરાત્રી મહોત્સવ દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ

ચંદ્રવદન બી મકવાણા
નવરાત્રી મહોત્સવ દરમિયાન વલસાડની ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની ટીમ દ્વારા તડકેશ્વર ગોકુલ ગ્રુપ, છીપવાડ, નનકવાડા, ધરમપુર ચોકડી અને જૂજવા પાથરી ખાતે બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ દરમિયાનગરબા મહોત્સવમાં ઉપસ્થિત બાળકો, વાલીઓ, યુવાનો અને નાગરિકોને બાળકોની સુરક્ષા, બાળ સંરક્ષણ તથા જરૂરિયાતમંદબાળકો માટે ઉપલબ્ધ હેલ્પલાઇનની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. આવા સમયે બાળકોની સુરક્ષાજળવાય તે માટે વાલીઓએ વિશેષ કાળજી રાખવી, બાળકોને એકલાં ન છોડવાં અને ભીડભાડવાળા સ્થળોએ તેમની સાથે સતતસંપર્કમાં રહેવું જરૂરી છે. આ ઉપરાંત, કોઈ બાળક ગુમ થાય અથવા મુશ્કેલીમાં મુકાય તો તાત્કાલિક મદદ મેળવવા અંગે પણ સમજઆપવામાં આવી હતી.

આ જાગૃતિ અભિયાન અંતર્ગત બાળમજૂરી, બાળલગ્ન, બાળશોષણ, દુર્વ્યવહાર તેમજ ત્યજી દેવાયેલાં બાળકો સહિતસંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોને મદદ મળી રહે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ની સેવાઓ અંગે માહિતીઆપવામાં આવી હતી. બાળકો સાથે કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અયોગ્ય વર્તનના કિસ્સામાં સમયસર યોગ્ય મદદ મળી રહે અનેબાળકોના અધિકારોનું રક્ષણ થાય તે અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ જાગૃતિ કામગીરીનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા પ્રત્યે સમાજમાં જવાબદારીની ભાવના કેળવવાનો, બાળ અધિકારોઅંગે જાગૃતિ વધારવાનો અને મુશ્કેલીમાં મુકાયેલાં બાળકોને સમયસર મદદ મળી રહે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો.

કોઈ બાળક મુશ્કેલીમાં હોય અથવા તેને સંભાળ અને રક્ષણની જરૂર હોય, તો તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮પર સંપર્ક કરવો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો