અરવલ્લી : માલપુરમાં 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે પુસ્તક મેળો અને સેવા-સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુરમાં 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે પુસ્તક મેળો અને સેવા-સન્માન સમારોહ યોજાયો

ગાયત્રી પરિવાર અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનનો ચતુર્થ સેવાકીય ઉપક્રમ

જલારામ મંદિરના વિકાસ માટે સાંસદ અને ધારાસભ્ય દ્વારા રૂ. 5-5 લાખના ફાળાની જાહેરાત

અરવલ્લી જિલ્લાના માલપુર સ્થિત જલારામ મંદિર ખાતે ગાયત્રી પરિવાર અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા ચતુર્થ કાર્યક્રમ અંતર્ગત 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, પુસ્તક મેળો તથા સેવા-સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ભાવનાના સંવર્ધન સાથે સમાજમાં સદભાવના, સેવાભાવ અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલપુર તથા આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં 21 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા લોકકલ્યાણ, સુખાકારી અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ યુવાનો અને નવી પેઢીમાં વાંચન પ્રત્યે રુચિ વધે તથા જ્ઞાનનો વ્યાપ વિસ્તરે તે હેતુથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજમાં વિવિધ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકોની સેવા કરનાર વ્યક્તિઓનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, માત્ર એક દીકરી ધરાવતા માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીના ગૌરવ, માતા-પિતાના સન્માન અને સમાજમાં સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપતો આ ઉપક્રમ ઉપસ્થિત લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યો હતો.

સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં મંદિરના વિકાસ માટે ફાળાની જાહેરાત

આ પ્રસંગે અરવલ્લી-સાબરકાંઠાનાં સાંસદ શોભનાબેન બારૈયા તથા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ ગાયત્રી પરિવાર અને જાયન્ટ્સ માલપુર દ્વારા કરવામાં આવતી ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. સમાજમાં સેવાકાર્યો કરનાર વ્યક્તિઓનું સન્માન કરવું અને લોકોમાં સદભાવના તથા સંસ્કારોનું સિંચન કરવું એ સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જલારામ મંદિરના વિકાસ માટે વ્યક્તિદીઠ રૂ. 5 લાખ, એમ કુલ રૂ. 10 લાખના ફાળાની જાહેરાત કરવામાં આવી હતી.

સેવાભાવી કાર્યકરોના સહિયારા પ્રયાસોથી 2800 થી 3000 દર્શનાથી ઓ એ હાજર રહી કાર્યક્રમ સફળબનાવ્યો

સમગ્ર કાર્યક્રમના આયોજનમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને વા.ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય નિલેશ જોષી, લકુલેશ સેવા ટ્રસ્ટના વિનોદકુમાર પંડ્યા, ગાંધીનગર ઉપઝોન ના જયેશભાઈ બારોટ અને જિલ્લા સંયોજક મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રસિંહ રાઠોડ વિઠલભાઈ પટેલ ઝોન પ્રમુખ અને ગાયત્રી પરિવાર ના સંયોજક હર્ષદભાઈ ઉપાધ્યાય અને નવીનભાઈ પંચાલ સાથે મહેશ પટેલ મુખ્ય યજમાન સંજય પટેલ તમામ કાર્યકરોએ પરસ્પર સહકાર અને ટીમભાવનાથી ધાર્મિક, સામાજિક અને સન્માન સમારોહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમ ધર્મ, જ્ઞાન સમાજસેવા, સંસ્કાર અને સદભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો