આણંદ જિલ્લાના વિવિધ 10.63 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ

આણંદ જિલ્લાના વિવિધ 10.63 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ

 

​

તાહિર મેમણ – આણંદ – 26/10/2026 – અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી ‘ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર’નું ભૂમિપૂજન તેમજ રાજ્યવ્યાપી વિવિધ આરોગ્ય સંસ્થાઓના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

 

રાજ્યના નાગરિકોને છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના દ્રઢ સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે.

 

​આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા માટે આરોગ્ય ક્ષેત્રે રૂપિયા 2.84 કરોડ ના કૂલ 4 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને 7.79 કરોડના ખર્ચે 13 પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

 

પ્રજાજનોને ઘરઆંગણે જ ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીણજ તેમજ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ભુવેલ, અહીંમા અને બિલપાડનું વિધિવત ઈ-લોકાર્પણ કરી તેને જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યા છે. આ નવીન સુવિધાઓથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઝડપી અને પ્રાથમિક તબીબી સેવાઓ આપવામાં આવી છે.

 

​આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર કાનાવાડા, દુગારી, પોરડા, ચાંગા, સુણાવ, પામોલ, બદલપુર, પીપળોઈ, કાળીતલાવડી, રાલજ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર માછીપુરા (ખંભાત), પી. પી. યુનિટ (આણંદ) અને તાલુકા આરોગ્ય કચેરી (ખંભાત)નું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તમામ નવીન ભવનો અને આરોગ્ય કેન્દ્રો આકાર પામતાં જ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ અને ગુણવત્તામાં વધારો થશે.

 

પી પી યુનિટ ગામડી આણંદ ખાતે યોજાયેલ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો