MORBI:મોરબીના કૃષ્ણનગર કોયલીમાં વાડીએ અચાનક ઢળી પડ્યા બાદ ૫૦ વર્ષીય પ્રૌઢાનું મો*ત નિપજયું 

MORBI:મોરબીના કૃષ્ણનગર કોયલીમાં વાડીએ અચાનક ઢળી પડ્યા બાદ ૫૦ વર્ષીય પ્રૌઢાનું મો*ત નિપજયું

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે વાડી વિસ્તારમાં અચાનક બેભાન થઈ જતાં એક ૫૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, કૃષ્ણનગર કોયલી ગામે રહેતા સુમિતાબેન ગોપાલભાઈ સોલંકી (ઉં.વ. ૫૦) ગઈકાલે તા. ૨૬ ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે નવ વાગ્યાના અરસામાં ગામમાં આવેલી વાસુરભાઈની વાડીએ હતા. તે દરમિયાન તેઓ અચાનક ચક્કર આવીને કે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા.

ઘટનાને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોત (એડી) નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો