વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના હેતુથી થરાદ પોલીસે વાહન ચેકિંગની કામગીરી તેજ બનાવી છે. આ દરમિયાન વાહનોમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી
થરાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકિંગ કામગીરી દરમિયાન બ્લેક ફિલ્મવાળી ગાડીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા લોકોમાં સાવચેતીનો સંદેશ પહોંચ્યો છે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે, વાહનચાલકો નિયમોનું પાલન કરે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વાહનચાલકોએ પોતાના વાહનોમાં નિયમવિરુદ્ધ બ્લેક ફિલ્મનો ઉપયોગ ન કરવા તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. પોલીસની ચેકિંગ કામગીરીથી નિયમભંગ કરતા વાહનચાલકો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.











