MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વદેશી મેળો-૨૦૨૬’નું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વદેશી મેળો-૨૦૨૬’નું આયોજન

 

મોરબી મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય શહેરી આજીવિકા મિશન (GULM)ના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ‘સ્વદેશી મેળો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 ઓક્ટોબર થી 5 નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ મેળામાં નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક કારીગરોની કલા અને સાંસ્કૃતિક પરંપરાઓનો પરિચય કરાવવાની સાથે સ્થાનિક વ્યવસાય અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

આ મેળા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૮ ઓક્ટોબરના રોજ મરાઠી નૃત્ય કલા, તા. ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ નુક્કડ નાટક, તા. ૩૧ ઓક્ટોબરના રોજ હાસ્ય કાર્યક્રમ , તા. ૧ નવેમ્બરના રોજ લોકડાયરા, તા. ૨ નવેમ્બરના રોજ જાદુગરનો કાર્યક્રમ તથા તા. ૩ અને ૪ નવેમ્બરના રોજ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

 

મેળા દરમિયાન નાગરિકોને સ્વદેશી ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવશે. સાથે જ લોકકલા, પરંપરાગત સંસ્કૃતિ અને મનોરંજનના કાર્યક્રમો દ્વારા લોકોમાં ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું થશે.

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ સ્વદેશી મેળાની મુલાકાત લેવા તથા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવે છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો