TANKARA:ટંકારા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની અવગણના: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

TANKARA:ટંકારા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની અવગણના: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

ટંકારા નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભા ભારે વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નગરના વિવિધ પ્રશ્નો અને પ્રજાને લગતા મહત્વના મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

આ દરમિયાન વિપક્ષના નેતા ગોપાલભાઈ હઠાભાઈ દ્વારા પણ નગરના હિતને લગતા પ્રશ્નો રજૂ કરીને તેનો યોગ્ય જવાબ મેળવવા તેમજ સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી.

જો કે, કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સત્તાધારી પક્ષ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સાંભળવામાં જ ન આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વિપક્ષના આક્ષેપ મુજબ સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી પણ માત્ર ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવામાં આવી હતી.

લોકશાહીમાં વિપક્ષના અવાજનું મહત્વ

લોકશાહીની વ્યાખ્યા મુજબ વિપક્ષનો અવાજ સાંભળવો અને નગરના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરવી એ ચૂંટાયેલી સંસ્થાની મુખ્ય જવાબદારી છે. સામાન્ય સભા માત્ર એક ઔપચારિકતા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનું યોગ્ય મંચ બનવું જોઈએ તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ઘટના બાદ કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ પ્રજાના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહેશે અને ટંકારા શહેરના નાગરિકોના હિત માટે પોતાની લડત યથાવત રાખશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો