અંબાજીના આદિવાસી અને ભરથરી સમાજનાં બાળકોને મળશે રાષ્ટ્રીય મંચ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બેગપાઇપર બેન્ડ આપશે પ્રસ્તુતિ

30 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

( તસવીર -અહેવાલ મહેન્દ્ર અગ્રવાલ )
શક્તિપીઠ અંબાજી માટે ગૌરવની વાત છે કે અહીંના બાળકોનું બેગપાઇપર બેન્ડ હવે રાષ્ટ્રીય મંચ પર પોતાની કલા રજૂ કરશે. 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અંબાજીનું આ બેન્ડ પોતાની પ્રસ્તુતિ આપશે.ખાસ વાત એ છે કે આ બેન્ડમાં અંબાજીના ભરથરી અને મજૂરી કરતા આદિવાસી સમાજનાં બાળકો સામેલ છે. ગબ્બર વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા તેમજ મજૂરી કરતા જરૂરિયાતમંદ બાળકોને સંગીતની તાલીમ આપીને તેમની પ્રતિભાને નવી ઓળખ અપાવવામાં આવી છે.શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ બાળકોની સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા અને તેમને ઉજ્જવળ ભવિષ્યની તક આપવા માટે સંગીતની તાલીમ આપવામાં આવી હતી. આ સેવાકાર્યના પરિણામે બેગપાઇપર બેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જે હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની કલા રજૂ કરવા જઈ રહ્યું છે.શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા બાળકો માટે બોયઝ બેન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હવે આદિવાસી દીકરીઓને પણ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તે માટે ટ્રાઇબલ ગર્લ્સ બેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.
શ્રી શક્તિ સેવા કેન્દ્રની આ પહેલ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને તક મળે તો જરૂરિયાતમંદ બાળકો પણ પોતાની મહેનત અને પ્રતિભાના બળે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે.હવે અંબાજીનાં આ બાળકોની સંગીતની સૂરાવલી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રીય મંચ પર ગૂંજશે. આ ક્ષણ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ સમગ્ર અંબાજી વિસ્તાર માટે પણ ગૌરવ અને પ્રેરણાનો વિષય બનશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો