તા.૩૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ-૫ ખાતે BADP યોજના અંતર્ગત નિર્મિત આંગણવાડી કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ બાદ ગ્રામજનો માટે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું મુકાયું તા.૩૦ ઓક્ટોબર, ૨૦૨૬: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) યોજના અંતર્ગત નિર્માણ પામેલ તથા ગરબાડા ઘટક-૧ હેઠળ આવતી ઝરી બુઝર્ગ-૫ આંગણવાડી કેન્દ્રનું આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઈ-લોકાર્પણ બાદ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્ર ગ્રામજનો અને બાળકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના નાનાં ભૂલકાંઓ, તેમના વાલીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્ર ગામનાં બાળકોને ઉપલબ્ધ થતાં હવે તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ વેગ મળશે. સાથે જ બાળકોને પૂરક પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓનું સુચારુ અમલીકરણ શક્ય બનશે. આંગણવાડી કેન્દ્ર બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આમ, BADP યોજના અંતર્ગત નિર્મિત આ આંગણવાડી કેન્દ્ર ગામનાં ભૂલકાંઓના સર્વાંગી વિકાસ માટે પાયારૂપ સાબિત થશે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બાળકલ્યાણ અને પોષણ સેવાઓને વધુ સુદૃઢ બનાવશે









