MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના આયોજન અંતર્ગત ગુજરાતી લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાને પ્રોત્સાહન આપવાના હેતુથી આજરોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે.

આ લોક ડાયરામાં જાણીતા લોકકલાકારો દ્વારા ગુજરાતી લોકગીતો, ભજન, સંતવાણી અને લોકસંગીતની રમઝટ બોલાવવામાં આવશે. કલાકારોની સુરીલી રજૂઆતો દ્વારા ઉપસ્થિત નગરજનોને ગુજરાતી લોકસંસ્કૃતિનો અનોખો આનંદ માણવા મળશે.

 

સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ, ગૃહઉદ્યોગો તથા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે નગરજનોને મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળી રહે તેવા પ્રયાસો મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 

મોરબીના તમામ નગરજનોને આ ભવ્ય લોક ડાયરામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા તથા ગુજરાતી લોકસંસ્કૃતિના આ અવસરનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો