1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ ખાતે સરપંચ પ્રવિણભાઈ પરમાર ની અધ્યક્ષતા માં જેટિંગ કમ સક્શન મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું.જેટિંગ કમ સક્શન મશીન એટલે ગટર અને ગંદા પાણીની નાળીઓની સફાઈ કરવા માટેનું ખાસ મશીન. આ મશીનમાં બે કામગીરી એકસાથે થાય છે — પાણીના ઊંચા દબાણથી ગટર સાફ કરવી અને ગટરમાંથી કચરો, કાદવ તથા ગંદુ પાણી ખેંચીને બહાર કાઢવું . સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડગામ તાલુકા પંચાયતના પંદરમા નાણા પંચ જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી પાણીના ઊંચા દબાણથી ગટર સાફ કરવા અને ગટરમાંથી કચરો, કાદવ તથા ગંદુ પાણી ખેંચીને બહાર કાઢવા સરપંચ પ્રવિણભાઈ યુ પરમાર તથા ગ્રામ પંચાયત ના તમામ વોર્ડ સભ્યો ની રજૂઆત કરવામાં આવતાં રાજ્ય સરકાર દ્વારા જેટિંગ કમ સક્શન મશીન ફાળવવામાં આવતાં સરપંચ પ્રવિણભાઈ યુ પરમાર, તલાટી કમ મંત્રી તમામ સભ્યો ની પ્રેરક ઉપસ્થિતિમાં વધામણાં કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ 












