અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ખાણ ખનીજ અને આરટીઓની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ઓવરલોડ ભરેલ વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે,શિણાવાડ બસ સ્ટેન્ડ નજીક મહિલાને ડમ્પરે કચડી નાખતા મોત
અરવલ્લી : મહિલા શિણાવાડ બસ સ્ટેન્ડ નજીક સોડા પીવા ઉભા રહ્યા યમદૂત રૂપી ડમ્પરે કચડી નાખતા મોત
ખાણખનીજ અને આરટીઓની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ઓવરલોડ ભરેલ વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે
માતેલા સાંઢની માફક રસ્તાઓ પર યમદૂત બનીને દોડતા ઓવર લોડિંગ વાહનો પર અંકુશ ક્યારે મુકાશે…??

અરવલ્લી જીલ્લામાં ખનીજ વહન કરતા ડમ્પર ચાલકો ટ્રાફિક ના નિયમોને ઘોળીને પી રહ્યા છે ડમ્પરો બેફામ ગતિએ પસાર થતા હોવાથી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે તેમની ઝડપ અને લાપરવાહી મોતનું કારણ બની રહી છે શિણાવાડ બસ સ્ટેન્ડ નજીક સોડા પીવા રોડ સાઈડ ઉભી રહેલી મેઘરજ રામગઢી સુરદેવી ગામની મહિલાને ડમ્પરે કચડી નાખતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મેઘરજ તાલુકાના રામગઢી સુરદેવી ગામના મરિયમબેન રમણભાઈ વાદી નામના મહિલા તેમના અમદાવાદ ઓઢવ વિસ્તારમાં રહેતા સગા સંબંધીની બાઈક પર મોડાસા કામકાજ અર્થે નીકળ્યા હતા શિણાવાડ બસ સ્ટેન્ડ નજીક સોડા પીવાની ઈચ્છા થતા ત્રણે લોકો બાઈક રોડ સાઈડ ઉભી રાખી હતી મરિયમ બેન બાઈક પરથી ઉતરતા હતા ત્યારે પાછળથી બેફામ સ્પીડે ગફલતભરી રીતે ડમ્પર ચાલકે ડમ્પર હંકારી લાવી ટક્કર મારતા મરિયમ બેનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
ડમ્પરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર મોકલી આપતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસે મૃતક મહિલાના પુત્રની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી










