ઇડર તાલુકાના અબડાસણમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ચૌધરી આંજણા પાટીદાર સમાજની પહેલ.સર્વ સમાજની મહિલાઓ માટે કેન્સર તપાસ અને જાગૃતિનું આયોજન..

ઈડર તાલુકાના અબડાસણ ગામે સેવા મંડળી ખાતે શ્રી બેતાલીસ ગોળ આંજણા પાટીદાર સમાજ ટ્રસ્ટ,ઈડર દ્રારા સમાજની કોરટીમ તેમજ સહાયક સમિતિ દ્વારા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ પ્રમુખ દલજીભાઈ પટેલ ભાણપુર,રમણભાઈ પટેલ કાનપુર,અરવિંદભાઈ પટેલ કડીયાદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈડર મેડિકેર હોસ્પિટલના ડો. અમિતભાઈએ ઉપસ્થિત મહિલાઓને કેન્સરના લક્ષણો, સમયસર તપાસ અને સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પરિવારમાં કોઈને કેન્સરનો ઇતિહાસ હોય તેવી મહિલાઓએ નિયમિત તપાસ કરાવવી જોઈએ. સ્તન કેન્સરની વહેલી તકે જાણ થાય તો સમયસર સારવાર મેળવી શકાય છે.હિંમતનગર ખાતે મેમોગ્રાફી દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ છે.
આ સમાજ દ્વારા અત્યાર સુધીમાં સર્વજ્ઞાતિય અંદાજે 530 જેટલી મહિલાઓની તપાસ કરાવવામાં આવી છે. નોમિનલ ટોકનથી મહિલાઓને તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવવા-જવાની સગવડ,ભોજનની વ્યવસ્થા પણ સમાજ દ્વારા કરવામાં આવે છે.
કાર્યક્રમમાં જણાવાયું હતું કે, શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિનું પ્રમાણ ઓછું જોવા મળે છે.ખેતીકામ અને પશુપાલનની જવાબદારીઓ વચ્ચે મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવવાનું ટાળે છે.પરિણામે રોગનું નિદાન મોડું થવાની શક્યતા રહે છે.
આ અભિયાન પાછળની પ્રેરણા અંગે જણાવતાં સમાજના આગેવાનોએ કહ્યું હતું કે,અગાઉ કડિયાદરા અને ચોરીવાડ ગામની મહિલાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ,સંજીવની રથ સાથે આવતી ડોક્ટરની ટીમ તપાસ માટે આવતી હતી.હવે દીવ દાદરાનગર હવેલીના પ્રફુલ પટેલનાં ધર્મપત્નીનું કેન્સરના કારણે અવસાન થયા બાદ તેમણે સમાજની મહિલાઓને સમયસર તપાસની સુવિધા મળી રહે તે હેતુથી બે મેમોગ્રાફી મશીન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આપ્યાં છે.શ્રી બેતાલીસ ગોળ આંજણા પાટીદાર સમાજ દ્વારા હવે દરરોજ સર્વ સમાજની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે કેન્સર જાગૃતિ અને તપાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે અને સમયસર રોગનું નિદાન થઈ શકે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મોટા વરાછાનું શાકભાજી-ફ્રૂટ માર્કેટ બંધ, રોડ પર ટ્રાફિકનો ત્રાસ યથાવત્! કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહીં? બંધ માર્કેટ પાછળ ‘કોઈ બીજો’ ખેલ કે તંત્રની બેદરકારી?

Horoscope

Weather

વધુ વાંચો

મોટા વરાછાનું શાકભાજી-ફ્રૂટ માર્કેટ બંધ, રોડ પર ટ્રાફિકનો ત્રાસ યથાવત્! કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહીં? બંધ માર્કેટ પાછળ ‘કોઈ બીજો’ ખેલ કે તંત્રની બેદરકારી?

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો