દિવાળીના તહેવારમાં કચ્છ જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગની સઘન ઝુંબેશ,રાપર,ભુજ,નખત્રાણા,મુંદ્રા, માંડવી અને અંજાર માંથી ૫૬ ખાદ્ય નમૂનાઓ લેવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૭ નવેમ્બર : કચ્છ જિલ્લામાં આગામી દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ભુજ-કચ્છ ના ફૂડ સેફ્ટી ઑફિસર એસ.બી.પટેલ તથા એમ.એમ.પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં અત્યંત આક્રમક અને સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તહેવારોની મોસમમાં બજારમાં મીઠાઈ અને ફરસાણની માંગ અતિશય વધતી હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે.જિલ્લા ના તમામ તાલુકાઓમાં વ્યાપક તપાસ અને ૫૬ સેમ્પલ સંગ્રહ,ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી હબ ગણાતા વિસ્તારો જેવા કે રાપર, ભુજ,નખત્રાણા,મુંદ્રા, માંડવી અને અંજાર ખાતે આવેલી અસંખ્ય મીઠાઈની દુકાનો,ડેરી ફાર્મ અને ફરસાણ હાઉસ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

બજારમાં વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની પારદર્શક ચકાસણી માટે કુલ ૫૬ જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના (Samples) એકત્રિત કરીને સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

નમૂનાઓમાં સમાવિષ્ટ મુખ્ય ખાદ્ય પદાર્થો:

આ ડ્રાઇવ દરમિયાન તહેવારોમાં સૌથી વધુ વપરાતી અને લોકપ્રિય મીઠાઈઓ તથા ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે,મીઠાઈઓ: કાજુકતરી, કચ્છી પેંડા, બરફી, મિલ્ક કેક, મગજના લાડુ વગેરે.

ડેરી અને કાચો માલ: શુદ્ધ માવો (ખાસ કરીને તહેવારોમાં બનતી બનાવટો માટે).ફરસાણ અને નાસ્તા: સાટા, ડ્રાયફ્રુટ સેવ, ગાંઠિયા, હલવા પાપડી વગેરેનો સમાવેશ થાય છે.

લેબોરેટરીમાંથી આ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ (Analysis Report) પ્રાપ્ત થયા બાદ, જો કોઈ ધંધાર્થી દ્વારા ગુણવત્તાના ધોરણોનો ભંગ કરાયો હશે તો FSS Act ની જોગવાઈઓ મુજબ સખત કાનૂની અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

FSSAI Schedule 4 ના નિયમોનું પાલન અને કડક સૂચનાઓ: – તપાસ દરમિયાન તમામ વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ (Schedule 4) નું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી, હાઈજીન અને સ્વચ્છતા,ઉત્પાદન અને વેચાણના સ્થળોએ ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવવી, કર્મચારીઓએ માસ્ક, ગ્લોવ્સ અને કેપ પહેરવા તેમજ પેસ્ટ કંટ્રોલની યોગ્ય વ્યવસ્થા રાખવી.

ન્યુઝપેપરનો ઉપયોગ ટાળવા ચેતવણી: વેપારીઓને ભારપૂર્વક સૂચના અપાઈ હતી કે ગરમ કે તળેલા ખાદ્ય પદાર્થો (જેવા કે સેવ, ગાંઠિયા વગેરે) ગ્રાહકોને આપતી વખતે ક્યારેય પણ પ્રિન્ટેડ ન્યુઝપેપર કે છાપાના કાગળનો ઉપયોગ કરવો નહીં, કારણ કે ન્યુઝપેપરની સહી (Ink) માં રહેલા રસાયણો સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.TPC મશીન દ્વારા તેલની ચકાસણી: નાસ્તા હાઉસ અને ફરસાણની દુકાનોમાં તળવા માટે વારંવાર એક જ તેલનો ઉપયોગ ન થાય તે માટે TPC મશીન દ્વારા તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી.ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, કચ્છ દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન કરે અને માત્ર શુદ્ધ તથા તાજા ખાદ્ય પદાર્થો જ વેચે. તંત્ર દ્વારા જાહેર જનહિતમાં આ પ્રકારે ચેકિંગ અને સર્વેલન્સની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો