હાલોલ:વિરાટ નારાયણ વનમાં શ્રમયોગીઓ માટે પ્રાકૃતિક મીઠાશ સાથે દિવ્ય દિવાળી ઉજવણી કરાઇ

રિપોર્ટર .કાદિર દાઢી.હાલોલ

તા.૭.૧૧.૨૦૨૬

વિશ્વવંદનીય પૂજ્ય શ્રી નારાયણ બાપુના દિવ્ય આશીર્વાદથી શ્રી નારાયણ ધામ, તાજપુરા છેલ્લા ૬૬ વર્ષથી આધ્યાત્મિક સાધનાની સાથે માનવસેવાના પવિત્ર કાર્યમાં સતત કાર્યરત છે. સંસ્થા દ્વારા છેલ્લા ૫૧ વર્ષથી નિઃશુલ્ક નેત્રસેવા યજ્ઞ યોજી લાખો જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અંધકાર દૂર કરી નવી દૃષ્ટિ અને આશા પ્રદાન કરવામાં આવી રહી છે.આ જ સેવાભાવની પરંપરાને આગળ વધારતાં, શ્રી વિરાટ નારાયણ વન તથા શ્રી નારાયણ જીવામૃત–ઘનજીવામૃત પ્રકલ્પમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા શ્રમયોગીઓ માટે આ વર્ષે દિવાળીનો પાવન અવસર વિશેષ રીતે ઉજવાયો હતો. પ્રકૃતિની ગોદમાં યોજાયેલી આ ઉજવણીમાં શ્રમયોગીઓને બળયોગી વિજ્ઞાન દ્વારા તૈયાર કરવામાં આવેલી પૌષ્ટિક અને પ્રાકૃતિક મીઠાઈઓ વહેંચવામાં આવી હતી, જેણે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો.દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ પ્રેમ, કરુણા, સહયોગ અને માનવતાના પ્રકાશથી બીજાના જીવનને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર અવસર છે. શ્રમયોગીઓના સખત પરિશ્રમ અને સમર્પણને બિરદાવતી આ ઉજવણી સહુના માટે આત્મીયતા અને આનંદનો સુંદર અવસર બની રહી હતી.આ પ્રસંગે ‘વોકમેન ઑફ ઇન્ડિયા’ ડૉ. રાજુ એમ. ઠક્કરે પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતું કે,“ભારતમાતા, ગૌમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ કરવું એ માત્ર આપણી જરૂરિયાત નથી, પરંતુ આપણી પવિત્ર ફરજ અને જવાબદારી છે. આપણે સૌએ જાગૃત બની પ્રકૃતિની સેવા અને પર્યાવરણ સંરક્ષણના યજ્ઞમાં સહભાગી બનવું જોઈએ.”તેમણે વધુમાં ભાવ વ્યક્ત કર્યો હતો કે,સાચી દિવાળી ત્યારે જ ઉજવાય, જ્યારે આપણા આનંદથી બીજાના જીવનમાં પણ ખુશીઓનો દીપ પ્રગટે. ચાલો, ખુશીઓ વહેંચીએ, ચહેરા પર સ્મિત પ્રગટાવીએ અને માનવતાના પ્રકાશથી આખી દુનિયાને ઉજ્જવળ બનાવીએ.”વિરાટ નારાયણ વનમાં શ્રમયોગીઓ સાથેની આ દિવ્ય દિવાળી એ જ સત્ય ઉજાગર કરે છે કે— જ્યાં સેવા છે, ત્યાં સમૃદ્ધિ છે; જ્યાં પ્રકૃતિનું સન્માન છે, ત્યાં જ જીવનનું મંગલ છે અને જ્યાં માનવતાનો દીપ પ્રગટે છે, ત્યાં જ સાચી દિવાળી સાર્થક થાય છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો