નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦૦ ટકા વેરા વસૂલાતની સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

સો ટકા પંચાયત વેરા વસૂલાત કરનાર પાટણ જિલ્લાની ૩૩ ગ્રામ પંચાયતોના ૩૧ તલાટી કમ મંત્રીઓને વિશેષ ઉપલબ્ધિ પ્રમાણપત્ર એનાયત

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦૦ ટકા વેરા વસૂલાતની સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

માહિતી બ્યુરો, પાટણ

તા. ૦૭/૧૧/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૭૩૭/૧૨

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય સ્તરે વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી પંચાયત વેરાની સમયસર અને સો ટકા વસૂલાતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૦૦ ટકા પંચાયત વેરા વસૂલાતની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર પાટણ જિલ્લાની કુલ ૩૩ ગ્રામ પંચાયતોના ૩૧ તલાટી કમ મંત્રીઓને આજે તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વિશેષ ઉપલબ્ધિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ પટેલ પાટણના હસ્તે આ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) શ્રી આર. કે. મકવાણા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) સુશ્રી હર્ષાબેન રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

પંચાયત વેરાની સો ટકા વસૂલાતની આ સિદ્ધિ ગ્રામ પંચાયતોના વહીવટી તંત્રની કાર્યદક્ષતા, જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતિબિંબ છે. આ પ્રકારની કામગીરી અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો