બનાસ એન.પી. સંસ્થા દ્વારા 80 જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ અને ધાબળાનુંવિતરણકરાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે બનાસ એન.પી. સંસ્થા દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના સહયોગી અને ઘેસડા ગામના સરપંચ જેતશીભાઈ પટેલના સહયોગથી 80 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને મોહનથાળ, મોતીચૂરના લાડુ ફરસાણ અને ધાબળાનું વિતરણ કરાયું હતું. આર્થિક રીતે નબળા પરિવારો પણ દિવાળીના તહેવારની ખુશીઓ સાથે ઉજવણી કરી શકે તેવા હેતુથી આ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વાવ—થરાદ જિલ્લા પોલીસઅધિક્ષક ચિંતન તરૈયા, ડો. જયપાલ, જેતશીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, કુસુમ રાજપૂત, રાજુભાઈ સોનગરા, વર્ષાબેન જોષી, જયશ્રીબેન પુરોહિત સહિત હાજર હતા. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મફાજી ઠાકોરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રણજીતભાઈ રાજપુરોહિતના આયોજનથી યોજાયેલા સેવાકાર્યને બિરદાવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો