ઝયડી પ્રા. શાળામાં 3 વર્ષની સેવા બાદ જાવીદભાઈ શેખ નું લુણાવાડા બ્રાન્ચ શાળા નં-4 માં આગમન, ભવ્ય સ્વાગત

  

રીપોર્ટ આસીફ લુણાવાડા 

 

*ઝયડી પ્રા. શાળામાં 3 વર્ષની સેવા બાદ જાવીદભાઈ શેખ નું લુણાવાડા બ્રાન્ચ શાળા નં-4 માં આગમન, ભવ્ય સ્વાગત*

 

*લુણાવાડા :* ઝયડી પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક *જાવીદભાઈ શેખ* ની આજરોજ લુણાવાડા પ્રોપરમાં રહેઠાણથી માત્ર 1 કિ.મી. દૂર આવેલ બ્રાન્ચ શાળા નં-4 માં બદલી થતાં તેઓએ ફરજ પર હાજર થઈ ગયા છે.

 

બ્રાન્ચ શાળા નં-4 માં હાજર થતાં જ શાળા પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. CRC કો-ઓર્ડિનેટર સાહેબ શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે આવકારદાયક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઝયડી શાળામાં તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ, સંસ્કાર અને શાળાના વિકાસમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. બાળકો સાથેનો તેમનો પ્રેમ, વાલીઓ સાથેનો સારો વ્યવહાર અને સહકર્મીઓ સાથેનું મધુર વર્તન એ તેમની આગવી ઓળખ રહી છે.

બ્રાન્ચ શાળા નં-4 ના સ્ટાફે જણાવ્યું હતું કે, “અનુભવી અને મહેનતુ શિક્ષક જાવીદભાઈ શેખ ના આગમનથી શાળાના શૈક્ષણિક કાર્યને વધુ વેગ મળશે અને વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ થશે.”

શાળા પરિવાર બ્રાન્ચ શાળા નં-4 તરફથી શિક્ષક જાવીદભાઈ શેખ ને નવી શાળામાં ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

 

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો