0%

MORBI:દિવાળીના પાવન અવસરે મોરબીમાં સફાઈ અભિયાન: એકોર્ડ ગ્રુપ અને સરડવા પરિવાર દ્વારા પ્રેરણાદાયી પહેલ

MORBI:દિવાળીના પાવન અવસરે મોરબીમાં સફાઈ અભિયાન: એકોર્ડ ગ્રુપ અને સરડવા પરિવાર દ્વારા પ્રેરણાદાયી પહેલ

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એકોર્ડ ગ્રુપના ફાઉન્ડર ચેરમેન અને લોકપ્રિય સમાજસેવક સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ આજે શ્રદ્ધાંજલિ સાથે અનોખી સેવાકીય પ્રવૃત્તિથી મનાવવામાં આવી હતી. દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને સામાકાંઠા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ સાથે એકોર્ડ ગ્રુપ દ્વારા ભવ્ય ‘મહાસફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું.

જેસીબી, ટ્રેક્ટર અને શ્રમિકોની ઉપસ્થિતિ સાથે સક્રિય સહયોગ

આ મહાસફાઈ અભિયાન મોરબી મહાનગરપાલિકાના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના મુખ્ય રોડ ઉપર ચલાવવામાં આવ્યું હતું. રસ્તાઓની સફાઈ માટે જેસીબી મશીનો અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં બહોળી સંખ્યામાં સરડવા પરિવારના સભ્યો તેમજ એકોર્ડ ગ્રુપની ફેક્ટરીના શ્રમિકો ઉત્સાહભેર જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું.

મહાનુભાવોનું માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિ

આ લોકઉપયોગી કાર્યને સફળ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રીસંગીતાબેન રૈયાણી તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન શ્રીરામાબેન કેતનભાઈ બોપલિયા અને સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રીનરેન્દ્રભાઈ સંઘાતનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ખીમજીભાઈ સરડવા, ચતુરભાઈ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા અને સાગરભાઈ સરડવા સહિત સમગ્ર સરડવા પરિવાર અને એકોર્ડ ગ્રુપની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્વ. નરભેરામભાઈ સરડવાને સાચી શ્રદ્ધાંજલિ રૂપે યોજાયેલા આ સફાઈ અભિયાનથી મોરબીના નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ અને પ્રેરણા મળી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

શહેર પસંદ કરો

જિલ્લા