હરિયાળું ગુજરાતના સંકલ્પ સાથે કાલોલમાં ઉજવાયો 77માં વન મહોત્સવ: વન કવચ ખાતે વૃક્ષારોપણમાં મહાનુભાવો જોડાયા.

તારીખ ૦૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

સામાજિક વનીકરણ વિભાગ ગોધરા, રેન્જ કાલોલ દ્વારા તાલુકા કક્ષાના ૭૭માં વન મહોત્સવની ઉજવણી, વન કવચ લોકાર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન વન કવચ, કાલોલ ખાતે કરવામાં આવ્યું હતું.

“વૃક્ષ વાવીએ, જીવન બચાવીએ” અને “વૃક્ષો વાવીએ હરિયાળું ગુજરાત બનાવીએ” ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી, જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હર્ષ વ્યાસ,કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ ,તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલ,નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઇ દરજી હાજર રહ્યા હતા.આ નિમંત્રણ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ, ગોધરાના નાયબ વન સંરક્ષક વી. આર. ડામોર (IFS) તથા કાલોલ વિસ્તરણ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી એસ. આઇ. રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો તથા કાલોલ વિસ્તારને વધુ હરિયાળું બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

17
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો