વિજાપુરમાં આઈ.સી.ડી.એસ ઘટક -૧ દ્વારા પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ મિલેટ્સ અને ટી.એચ.આર આધારિત વાનગીઓનું નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ટી.એલ.એમ પ્રદર્શન યોજાયું

વિજાપુરમાં આઈ.સી.ડી.એસ ઘટક -૧ દ્વારા પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ મિલેટ્સ અને ટી.એચ.આર આધારિત વાનગીઓનું નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ટી.એલ.એમ પ્રદર્શન યોજાયું
વાત્સલ્યમ સમાચાર

સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર: આઈ.સી.ડી.એસ ઘટક -૧, દ્વારા ઘટક કક્ષાએ પોષણ વાનગી સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ટી.એલ.એમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર , તાલુકા વિકાસ અધિકારી દેવપ્રિયાબા ઝાલા તથા બાળ વિકાસ યોજના અધિકારી ગઝલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆર (ટેક-હોમ રેશન) તેમજ મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. વાનગીઓના નિદર્શન સાથે પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ટીએલએમનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
પોષણ વાનગી સ્પર્ધા અને ટીએલએમ નિદર્શનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ સ્પર્ધકોને ક્રમ આપવામાં આવી પ્રોત્સાહક ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આઈસીડીએસ વિભાગનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો