પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં મડાણા ખાતે કબડ્ડી અને ખો – ખો સ્પર્ધાનો પ્રારંભ કરાયો

7 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

એસ.આર.પી. જૂથ-૦૩, મડાણા ખાતે ગુજરાત રાજ્ય આર્મ્ડ યુનિટ આંતરજૂથ ખો-ખો અને કબડ્ડી સ્પર્ધાનો ભવ્ય શુભારંભ.એન્યુઅલ આર્મ્ડ યુનિટ આંતરજૂથ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા-૨૦૨૬ અંતર્ગત રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૩, મડાણા ખાતે કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધાઓને ખુલ્લી મૂકાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, રમતગમત દ્વારા પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને પરસ્પર સહકારની ભાવના વધે છે. આંતરજૂથ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાને કારણે આજે સમગ્ર રાજ્યના દરેક એસ.આર.પી. જૂથની ટીમ એકત્રિત થઈ છે, જેમાં વડોદરાથી કેવડિયા કોલોની અને ભચાઉ સુધીની ટીમ્સ જોડાઈને ખેલદીલીની ભાવના અને જુસ્સા સાથે રમત રમી ગુજરાત રાજ્યના પોલીસ દળની એકતા દર્શાવે છે.આ ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી સાથે ભાગ લેનાર ૧૪ કબડ્ડી ટીમ અને ૦૮ ખો-ખો ટીમ એમ કુલ ૨૨ એસ.આર.પી. ટીમો દ્વારા શિસ્તબદ્ધ રીતે ફ્લેગ માર્ચ પાસ્ટ કરીને કાર્યક્રમને ભવ્યતા બક્ષવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત મહેમાનો, દર્શકગણ અને શાળાના બાળકોમાં ઉત્સાહ અને રમતભાવનાનો માહોલ છવાઈ ગયો હતો.સ્પર્ધાની પ્રથમ લીગ મેચ યજમાન ટીમ મડાણા અને મહેમાન ટીમ વડોદરા વચ્ચે યોજાઈ હતી, જેમાં ટીમ મડાણાનો વિજય થયો હતો, જ્યારે બીજી મેચ ટીમ ગોધરા અને ટીમ કલગામ વચ્ચે રસપ્રદ રીતે રમાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી તથા અન્ય મહેમાનશ્રીઓએ ઉત્સાહપૂર્વક જીવંત મેચ નિહાળી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. ઓપનિંગ સેરેમનીનો આ ભવ્ય કાર્યક્રમ જૂથ-૦૩ મડાણાના ઇન્ચાર્જ સેનાપતિશ્રી આર.એલ. ડાંખરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી કૌશિક સાધુ તથા બી.એસ.એફ. બટાલિયન-૨૧ (દાંતીવાડા) ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી એસ.એચ. વેદપાલ સહિતના વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ શ્રી નિખિલ પરમાર પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટરશ્રી રા.અ.પો.દળ, જૂથ-૩, મડાણા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો