TANKARA:ટંકારા નજીક અંગત અદાવતમાં ડ્રાઇવિંગ વ્યવસાયિક આધેડને છરી બતાવી ધમકી આપતા બે સામે ગુનો દાખલ

TANKARA:ટંકારા નજીક અંગત અદાવતમાં ડ્રાઇવિંગ વ્યવસાયિક આધેડને છરી બતાવી ધમકી આપતા બે સામે ગુનો દાખલ

ટંકારા:માનતા પૂરી કરીને પરત ફરી રહેલા આમરણ ગામના આધેડને રસ્તામાં આંતરીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં બનેલી આ ઘટના અંગે ટંકારા પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કાસમભાઈ નઝમલભાઈ તૈલી (ઉ.વ.૪૫) ટંકારાથી પોતાની માનતા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખીજડીયા રોડ પર આરોપી જાકીર આમદભાઈ માડકીયાએ પોતાની પત્ની રીસામણે હોવાનો ખાર રાખી પોતાનું એક્ટિવા મોટરસાયકલ કાસમભાઈની ગાડી પાસે ઊભું રાખ્યું હતું. ત્યારબાદ જાકીરે કાસમભાઈને છરી બતાવી બુડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ બીજા આરોપી હાજી આમદભાઈ માડકીયાએ કાસમભાઈના મામા ઉમરભાઈના ફોનમાંથી ફોન કરી કાસમભાઈને ગાળો ભાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે કાસમભાઈ તૈલીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાકીર આમદભાઈ માડકીયા અને હાજી આમદભાઈ માડકીયા (બંને રહે. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો