MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડ ચૂંટણી: વેપારી વિભાગની ૪ બેઠકોનું પરિણામ જાહેર, બંને પેનલ વચ્ચે સરભર ટક્કર

MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડ ચૂંટણી: વેપારી વિભાગની ૪ બેઠકોનું પરિણામ જાહેર, બંને પેનલ વચ્ચે સરભર ટક્કર

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે બુધવારે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ વેપારી વિભાગની તમામ ૪ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

આ પરિણામોમાં બંને મુખ્ય પેનલો વચ્ચે રસાકસીભરી ટક્કર જોવા મળી છે, જેમાં કોંગ્રેસ પ્રેરિત ‘ખેડૂત પરિવર્તન પેનલ’ અને શાસક પક્ષ પ્રેરિત ‘સહકાર પેનલ’ને ફાળે ૨-૨ બેઠકો આવી છે.

વેપારી વિભાગના વિજેતા ઉમેદવારો:ખેડૂત પરિવર્તન પેનલ (કોંગ્રેસ પ્રેરિત):બાવરવા ઘનશ્યામભાઈ જયંતીભાઈ – ભાડજા બાબુલાલ રૂગનાથભાઈ સહકાર પેનલ:કાવર સુરેશભાઈ જીવરાજભાઈ – બરાસરા રાજેશભાઈ દામજીભાઈ

ગત ટર્મની સરખામણીએ વેપારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને એક બેઠકનું નુકસાન વેઠવું પડ્યું છે. અગાઉની ટર્મમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે ૪માંથી ૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે આ વખતે માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ, સહકાર પેનલે પોતાની સ્થિતિ મજબૂત કરતાં બે બેઠકો પર કબજો જમાવ્યો છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો