આણંદમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા NS પટેલ સર્કલ અને પોલસન ડેરી રોડ પરથી લારી-ગલ્લાના દબાણો જપ્ત

આણંદમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા NS પટેલ સર્કલ અને પોલસન ડેરી રોડ પરથી લારી-ગલ્લાના દબાણો જપ્ત

તાહિર મેમણ – આણંદ – 10/08/2026 – મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો અને ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ જનતાની સુવિધા માટે આજે એક મહત્વપૂર્ણ દબાણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે શહેરના વ્યસ્ત ગણાતા NS પટેલ સર્કલ તથા પોલસન ડેરી રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગો અને ફૂટપાથ પર અનધિકૃત રીતે ગોઠવાયેલા દબાણોને હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

 

એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં કાયદેસરની પ્રક્રિયા અનુસરીને દબાણરૂપ સાધનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાના તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ ૫ લારીઓ, ૨ પાંજરા અને ૨ બાંકડા સહિતના અન્ય અવરોધરૂપ સાધનો કબજે લેવામાં આવ્યા હતા. લાંબા સમયથી આ વિસ્તારોમાં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદોને ધ્યાને રાખી આ પગલું ભરવામાં આવ્યું હતું.

 

મહાનગરપાલિકાના તંત્રના જણાવ્યા અનુસાર શહેરના જાહેર માર્ગો પરના દબાણો દૂર કરી સમગ્ર વિસ્તારમાં સુવ્યવસ્થિત અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવું એ મનપાની પ્રાથમિકતા છે. નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર સુગમતાથી જળવાઈ રહે તે હેતુથી આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે મનપાના તંત્ર દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો