વિજ્ઞાનના રંગમંચ પર સર્જાશે નવી વિચારધારાનો સંવાદ, સાયન્સ એન્ડ સોસાયટી  થીમ આધારિત નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬ : ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનને નાટ્યકલા સાથે સાંકળી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સમાજ પ્રત્યેની વૈજ્ઞાનિક સમજ વિકસાવવાના હેતુથી યોજાનારી આ વિજ્ઞાન નાટક સ્પર્ધાની મુખ્ય થીમ ‘સાયન્સ એન્ડ સોસાયટી વિજ્ઞાન અને સમાજ’ રાખવામાં આવી છે. આ વિજ્ઞાન નાટક સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓએ ‘વિજ્ઞાન અને સમાજ’ની મુખ્ય થીમ અંતર્ગત વિવિધ વૈજ્ઞાનિક અને સમકાલીન વિષયોને આવરી લેતી પેટા થીમ પર આધારિત વૈજ્ઞાનિક નાટક રજૂ કરવાનું રહેશે. સ્પર્ધા માટે ચાર પેટા થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI: મિત્ર, સાધન કે જોખમ?  ઈવી ઇલેક્ટ્રિક વાહનો આગળની રાહ,  આંતરતારકીય વસવાટ, અને  મહાસાગરોનું પુનઃસ્થાપન: આવતી પેઢીઓનું રક્ષણ. વિદ્યાર્થીઓ આ પૈકીની કોઈ એક પેટા થીમને કેન્દ્રમાં રાખીને વિજ્ઞાન આધારિત નાટક રજૂ કરી શકશે. જૂનાગઢ જિલ્લાની શાળાઓને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં શાળાના લેટરપેડ પર વિદ્યાર્થીઓની નામાવલી તૈયાર કરી ઈ-મેઈલ આઈડી bdcscjnd@gmail.com પર મોકલી રજીસ્ટ્રેશન કરાવી આ વિજ્ઞાન નાટક સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાવા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો