હાલોલ તાલુકાના ધારીયા ગામેથી ₹10.25 લાખનો લીલો ગાંજો ઝડપાયો: પંચમહાલ SOG દ્વારા ખેતરમાં રેડ કરી 1 આરોપીની ધરપકડ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૯.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ તાલુકાના ધારીયા ગામે ખેતરમાંથી ગેરકાયદેસર વાવેતર કરાયેલા લીલા ગાંજાના 12 નંગ છોડ સાથે એક ઈસમની પંચમહાલ SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાર્કોટિક્સના દૂષણને ડામવા આપેલી સૂચના મુજબ, SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમિયાન, SOG પીએસઆઈ બી. કે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે ધારીયા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SOG ટીમે સરકારી પંચોને સાથે રાખી ધારીયા ગામના ભૂરીવેરી ફળિયામાં રહેતા જેસિંગભાઈ તિડીયાભાઈ નાયકના ખેતરમાં ઝડતી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના 12 નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસે તેનું વજન કરાવતા 20 કિલો અને 500 ગ્રામ જેટલો જથ્થો જણાયો હતો, જેની અંદાજિત કિંમત ₹10,25,000 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી જેસિંગભાઈ તિડીયાભાઈ નાયક વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો