રાજપીપળાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતી કાર્યક્રમ યોજાયો

રાજપીપળાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતી કાર્યક્રમ યોજાયો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપલાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) અને ઈન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC)ના સંયુક્ત ઉપક્રમે “આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર એક મહત્વપૂર્ણ જાગૃતી કાર્યક્રમનું આયોજન વિધ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.

આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યુવાનોના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવું તેમજ જીવનની પડકારજનક પરિસિ્થતિઓનો હિંમતપૂર્વક સામનો કરવા માટે તેમને સજ્જ કરવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક તણાવ, ચિંતા, હતાશા તથા નકારાત્મક વિચારોને ઓળખવા અને સમયસર યોગ્ય સહાય મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે હિંમત, સંયમ અને હકારાત્મક અભિગમ કેળવવાની પ્રેરણા આપવામાં આવી હતી

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે G.M.E.R.S. મેડિકલ કોલેજના સાઇકિયાટિ્રક વિભાગનાં સિનિયર ઇન્ટર્ન ડૉ. ખુબ્બુ પરીખ, તેમજ ડૉ. કૃણાલ રાઠોડ અને સોહિલ કોઠારી ઉપસિ્થત રહ્યા હતા. ડૉ. ખુબ્બુ પરીખે માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તથા આત્મહત્યાના વિચારો કે માનસિક સંઘર્ષનો સામનો કરી રહેલી વ્યકિ્તને સહાનુભૂતિપૂર્વક સાંભળવી, તેને એકલતા અનુભવવા ન દેવી અને યોગ્ય સમયે નિષ્ણાતની મદદ મેળવવી કેટલું આવશ્યક છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

આ પ્રસંગે કોલેજના પાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંઠ માંગરોલાએ વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહેવાની હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન IQACના કો-ઓરિ્ડનેટર ડૉ. રાહલ ઠક્કર તથા NTFના નોડલ ડૉ. અલ્પેશ સોલંકીના માર્ગદર્શન અને| સંકલનથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન તથા અસરકારક એન્કરિંગ ડૉ. એમ. આર. ભોયે દ્વારા કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતી સાથે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ વધુ દૃઢ બને અને મુશ્કેલીના સમયમાં “મૌન નહીં, સંવાદ”નો માર્ગ અપનાવવાની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો