MORBI:મોરબી: દીવાળીના તહેવારમાં ફટાકડા ખરીદી બનશો અબોલ જીવોના સહારો; ‘કર્તવ્ય નંદી ઘર’ના નિર્માણાર્થે ભવ્ય ફટાકડા સ્ટોર ખુલ્લો મુકાયો!

MORBI:મોરબી: દીવાળીના તહેવારમાં ફટાકડા ખરીદી બનશો અબોલ જીવોના સહારો; ‘કર્તવ્ય નંદી ઘર’ના નિર્માણાર્થે ભવ્ય ફટાકડા સ્ટોર ખુલ્લો મુકાયો!

મોરબી:દિવાળી એટલે કે આનંદ, ઉલ્લાસ અને રોશનીનો તહેવાર. આ પાવન અવસરે મોરબીની જીવદયા પ્રેમી જનતા માટે એક અનોખો અને પ્રેરણાદાયી સેવાકીય અભિગમ સામે આવ્યો છે. ‘કર્તવ્ય જીવદયા કેન્દ્ર’ દ્વારા અબોલ અને નિરાધાર નંદીઓ માટે આધુનિક આશ્રમ ‘કર્તવ્ય નંદી ઘર’નું નિર્માણ કરવા જઈ રહ્યું છે. આ સત્કાર્યમાં નાગરિકો પોતાનું યોગદાન આપી શકે તે માટે દિવાળી નિમિત્તે ૫,૦૦૦ ફૂટથી પણ મોટી વિશાળ જગ્યામાં ભવ્ય ફટાકડા સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે.

હાલમાં મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ, ઘાયલ અને અશક્ત પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સેવા તથા અત્યાધુનિક સારવાર આપવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ ફટાકડા સ્ટોરનો સંપૂર્ણ નફો માત્ર અને માત્ર અબોલ નંદીઓના કાયમી આશ્રમ (નંદી ઘર) બનાવવાના પવિત્ર કાર્યમાં જ વપરાશે.

ફટાકડા સ્ટોરની વિશેષતાઓ:વિશાળ જગ્યા: ૫,૦૦૦+ ફૂટની જગ્યામાં આકર્ષક અને વિશાળ ડિસ્પ્લે.ઉચ્ચ ગુણવત્તા: તમામ પ્રકારના બ્રાન્ડેડ અને શ્રેષ્ઠ ક્વોલિટીના ફટાકડા ઉપલબ્ધ.વ્યાજબી ભાવ: બજાર કરતા તદ્દન વ્યાજબી અને કિફાયતી દરો.

જીવદયા પ્રેમીઓને નમ્ર અપીલ આવનાર દિવાળીએ આપણે સૌ નાગરિકો સંકલ્પ કરીએ કે, આ વર્ષે ફટાકડાની ખરીદી ફક્ત અને ફક્ત ‘કર્તવ્ય નંદી ઘર’ના નિર્માણના લાભાર્થે જ કરીએ, જેથી આપણા દ્વારા ખરીદાયેલો દરેક ફટાકડો રખડતા, બીમાર અને પીડિત નંદીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવી શકે.

સ્થળ અને સમયની માહિતી:સ્થળ: રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબી.તારીખ: ૩૦ ઓક્ટોબરથી ૮ નવેમ્બર સુધી.સંપર્ક નંબર: 7574885747 (વધુ માહિતી માટે)

“ચાલો, આ દિવાળીએ દીવા પ્રગટાવવાની સાથે અબોલ જીવોની સેવાના યજ્ઞમાં આહુતિ આપીને આપણું ઉત્સવનું પર્વ સાર્થક બનાવીએ.” 

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો