MORBI:મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં પોલીસના દરોડા: તીનપત્તીનો જુગાર રમતા ૮ શખ્સો ૬૨,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સક્રિય બનેલી મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમે બાતમી અને પેટ્રોલિંગ દરમિયાન મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન જાહેરમાં કે મકાનમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી શહેરમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા જુસબભાઈ ઉર્ફે જુસબ ગુલમામદભાઈ મોવરના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનની અંદર તીનપત્તીનો જુગાર રમતા નીચે મુજબના ૮ ઇસમો મળી આવ્યા હતા:
પકડાયેલ આરોપીઓની વિગત:૧. જુસબભાઈ ઉર્ફે જુસબ ગુલમામદભાઈ મોવર (ઉં.વ. ૪૦, રહે. જુના બસ સ્ટેશન પાછળ, ઈદ મસ્જીદ રોડ, મોરબી) – મકાન માલિક/આરોપી
૨. ફિરોજભાઈ મહમદહુશેનભાઈ ખોરમ (ઉં.વ. ૫૦, રહે. જુના બસ સ્ટેશન પાછળ, મચ્છી પીઠ, ધાચી શેરી, મોરબી)
૩. પ્રફુલચંદ્ર ઉર્ફે ભુપતભાઈ વિજયશંકર પંડ્યા (ઉં.વ. ૪૫, રહે. ધાચી શેરી, નવા ડેલા રોડ, મોરબી)
૪. મુનવરભાઈ અનવરભાઈ મિનીવાડીયા (ઉં.વ. ૪૫, રહે. ધાચી શેરી, નવા ડેલા રોડ, મોરબી)
૫. વિપુલભાઈ દલીચંદભાઈ વરમોરા (ઉં.વ. ૪૬, રહે. આલાપ રોડ, પટેલ નગર, પટેલ રેસીડન્સી, મોરબી)
૬. ઈમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર (ઉં.વ. ૩૬, રહે. મચ્છીપીઠ, ઈદ મસ્જીદ રોડ, મોરબી)
૭. સલમાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ (ઉં.વ. ૩૧, રહે. લાતીપ્લોટ, મોરબી)
૮. ગીરધરભાઈ ઠાકરશીભાઈ બારીયા (ઉં.વ. ૫૪, રહે. શકતશનાળા, સ્કાય મોલ સામે, રામનગર, મોરબી)
જપ્ત કરાયેલ મુદ્દામાલ અને કાર્યવાહી:પોલીસે સ્થળ પરથી જુગારના સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૬૨,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તમામ ૮ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













