વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી 27 વિદ્યાર્થિનીઓએ શિક્ષિકાની ભૂમિકા ભજવી, વિવિધ વર્ગોમાં શિક્ષણકાર્ય કરાવ્યું

વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી
27 વિદ્યાર્થિનીઓએ શિક્ષિકાની ભૂમિકા ભજવી, વિવિધ વર્ગોમાં શિક્ષણકાર્ય કરાવ્યું
વિજાપુર, તા.
વિજાપુર શ્રીમતી આર.આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે NSS વિભાગના ઉપક્રમે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 27 વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓએ બી.એ. સેમેસ્ટર-1, 3 અને 5ના વર્ગોમાં શિક્ષિકા તરીકેની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. આ દરમિયાન નિશા પટેલે આચાર્ય તથા ગીતાબેન ઠાકોરે ઉપાચાર્યની ભૂમિકા ભજવી હતી.
કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલે શિક્ષિકા બનેલી વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સારા શિક્ષક બનવા માટે જરૂરી માર્ગદર્શન અને શુભેચ્છા આપી હતી. કોલેજ દ્વારા શિક્ષિકાની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થિનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. પી.એમ. પ્રજાપતિ, ડૉ. આર.એ. પટેલ તથા NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા. મનીષભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો